’15 પથ્થરબાજોને પકડ્યા છે’ વડોદરામાં રમખાણ મામલે હર્ષ સંઘવીએ કહ્યું

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ અવારનવાર ઘણા એવા તત્વો છે જેઓ હાથો બનીને કોમી શાંતિને ડહોળી નાખવામાં જરા પણ વિચાર કરતા નથી. આપણી વચ્ચે રાજકારણીઓએ રોપેલા ધાર્મીક ઝેરના મૂળિયા ઘણા અંદર ઉતરતા થયા છે જેને હવે કાઢી ફેંકવાનો સમય આવ્યો છે. ત્યારે વડોદરામાં રામનવમીના અવસરે ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી શોભાયાત્રા પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો જોકે આ પથ્થરમારો કેવી રીતે શરૂ થયો તેની કોઈ જાણકારી સામે આવી નથી. હાલ પોલીસે વિવિધ કેમેરા ફૂટેજ, ફૂટ પેટ્રોલિંગ, લાઠીચાર્જ વગેરે કાર્યવાહીઓ હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, પોલીસે 15 જેટલા પથ્થરબાજોને પકડ્યા છે. પોલીસ આવા કોઈ પણ કારસ્તાનને ચલાવી લેવાના બિલકુલ મુડમાં નથી તેવું પણ અહીં જોવા મળી રહ્યું છે.

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને UK થી લવાશે ભારત, SP પોતે લંડનની કોર્ટમાં બન્યા વકીલ

હર્ષ સંઘવીએ શું કહ્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રામ નવમીના શુભ અવસરે સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં યાત્રાઓ કાઢવામાં આવે છે. આજે બરોડામાં રામ નવમીની યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી. જ્યાંથી આ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 15 થી 17 જેટલા પથ્થરબાજો ઝડપાયા છે. 354 સીસીટીવી કેમેરા દ્વારા દરેક વ્યક્તિની ઓળખ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધારાની ફોર્સ વડોદરા મોકલવામાં આવી છે. કેટલાક અનુભવી અધિકારીઓ મોકલવામાં આવ્યા છે વ્યક્તિની ઓળખ કર્યા પછી, તમામ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. રામ નવમી યાત્રા દરમિયાન પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેઓ ક્યારેય પત્થરો તરફ જોશે પણ નહીં.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

આ પણ વાંચો

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT