સરકારી ભરતીના મોટા સમાચાર: તમામ બોર્ડ એક કરવા વિચારણા- યુવરાજસિંહે શું કહ્યું

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ સરકારી ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી ભરતીને લઈને તમામ બોર્ડને એક કરી દેવાની વિચારણા ચાલી રહી છે. આ અંગેની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ ભરતીને લઈને કોઈ કૌભાંડ થાય છે તો એક બીજાને ખો આપવા જેવી વાત થતી હોય છે. જેના કારણે આ ભરતી પ્રક્રિયાને ધરમૂળથી ફેરફાર કરીને તમામ બોર્ડને એક કરી દેવાનો વિચાર સામે આવી રહ્યો છે. જે અંગે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયા પર ટ્વીટ પણ કર્યું છે.

સાથ જીયેંગે સાથ મરેંગે.. આણંદમાં પતિનું અવસાન થતા પત્નીના પણ શ્વાસ છૂટી ગયા

એક બોર્ડ કરી દેવાથી શું થશે?
પ્રાપ્ત વિગતો અનુસાર, એક બોર્ડ થવાને કારણે એક નિર્ધારિત અધિકારીને તમામ કામગીરી આપી શકાય છે. અલગ અલગ મંડળોની જવાબદારી હોવાને કારણે જે કોર્ડિનેશન થવું જોઈએ જે વ્યવસ્થાઓ ગોઠવવાવી જોઈએ તે થઈ શકતું ન હોવાનું દેખાઈ રહ્યું હતું. જે પછી સરકાર દ્વારા આગામી સમયમાં તમામ બોર્ડને એક કરવાની દિશામાં વિચારણા કરાઈ રહી હોવાની વિગતો મળી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

યુવરાજસિંહે શું કહ્યું
આ અંગે આપ નેતા યુવરાજસિંહે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ભરતી માટેના તમામ બોર્ડ એક કરવાની વિચારણા થઈ રહી છે. વિવિધ સંવર્ગની ભરતી કરતા બોર્ડને એક કરવાની દરખાસ્ત થઈ છે. સરકારી ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરવા વિચારણાને બાદમાં ટુંક જ સમયમાં તેનો નિર્ણય પણ જાહેર થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT