અમદાવાદઃ અમદાવાદમાં અપહરણની ઘટનાઓ ઘણી ઘટી છે પરંતુ અહીં બે કે ત્રણ નહીં પણ 19 લોકોનું કિડનેપીંગ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અપહરણમાં જમીન માફિયા તરીકે કુખ્યાત લોકોની સંડોવણી અને કાયદાને ગમે તેમ તોડનારાઓના પાવરની આ ઘટના છે. અમદાવાદના નરોડા વિસ્તારની હંસપુરા ખાતે આવેલી છ વીઘા જમીનનો સોદાનો મામલો ગુનાખોરી સુધી કેવી રીતે પહોચ્યો છે તે અંગે આવો જાણીએ.
જમીન ખરીનારે રૂપિયા આપ્યા પણ માલિક સુધી પુરા ન પહોંચ્યા
અમદાવાદ શહેરમાં 19 લોકોનું અપહરણ થયું છે જેમાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર ઉર્ફે કુંજન ચૌહાણ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ખેડાના મહિજ તાલુકાના ભદરપુર ગામના રહેવાસી દિલીપ ઠાકોર સહિતના લોકોને વારસાઈમાં નરોડાના હંસપુરા વિસ્તારમાં છ વીઘા જમીન મળી હતી. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી હંસપુરા વિસ્તારમાં જમીનના ભાવો લાખોમાંથી કરોડો સુધી પહોંચી ગયા છે. અહીં છ વીઘા જમીનનો સોદો એટલે કે કરોડોની જમીનના સોદામાં જનક ઠાકોર અને કુંદન ઠાકોર દલાલ તરીકે સોદો કરાવ્યો હતો. નરોડાની જ પી. માંડવા ઈન્ફ્રા પ્રા.લી.ના ડાયરેક્ટર ભાસ્કર જાદવાણીએ આ જમીન રાખી હતી.
Ahmedabad: લ્યો બોલો, પોતાની જ પૂર્વ પત્ની પાસે 3 લાખ રૂપિયાની માંગણી કરી, નહીં આપે
ગીરધરનગરથી બધાનું કરી લીધું અપહરણ
કંપનીએ જમીનના રૂપિયા જનક અને કુંદનને આપ્યા પણ જમીનના પુરતા રુપીયા દલાલોથી જમીનના માલિક દિલીપ ઠાકોર સુધી વપહોંચ્યા નહીં. જે પછી જમીન માલીકે ખરીદારનો સીધો સંપર્ક કર્યો. આ જમીનના મામલામાં બે દિવસ પહેલા 13મી માર્ચે દિલીપ ઠાકોર અને અન્ય 16 લોકો સવારે વેચાણ દસ્તાવેજના કબુલાતનામા માટે પરિવારના સભ્યો સાથે શાહીબાગ ગીરધરનગરના બહુમાળી ભવન ખાતે આવેલી સબ રજીસ્ટ્રાર ઓફીસ જવા બે ઈકો કાર લઈને જવા નીકળ્યા હતા. જોકે કબુલાતનામા પછઠી તેઓ પરત ઘરે જવા નીકળતા હતા ત્યારે જનક અને કુંદન તથા તેના સાગરિતો ત્રણેક ગાડીઓ લઈને આ્યા અને ઈકોના ડ્રાઈવરને હટાવી તેમની જગ્યાએ બેસી ગયા.
બપોરથી સાંજ સુધી ગોંધી રાખ્યા
આ ગાડીઓમાં દિલીપભાઈના માતા, ભાઈ, ભાભી, બહેનો, કાકા, કાકી, ભત્રીજો, પિતરાઈ ભાઈઓ, તેમના પત્ની, પિતરાઈ બહેન અને ડ્રાઈવર પણ હતા. કુલ 19 લોકો આ બધી કારમાં હતા. આ પછી બધી કાર સીંગરવા રોડ પર દોડવા લાગી હતી. જનક અને કુંદન આ બધાને સીંગરવા વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં તેમને લઈ જાય છે અને તેમને બપોરથી સાંજ સુધી ત્યાં જ રાખે છે. તેમને ગોંધી રાખ્યા ત્યારે દિલીપઠાકોરના પરિચિત મુકેશભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કીરને અપહરણની જાણકારી આપી હતી. પોલીસ ત્યાં પહોંચી જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
Gautam Adani અમીરોની યાદીમાં ટોપ-25 માંથી બહાર, નેટવર્થમાં 21000 કરોડનું નુકસાન!
રાજકીય માથાઓના ખભા પર હાથ
આ મામલામાં શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં કુંદન અને જનકને આરોપી બનાવાયા છે. જમીનના અનેક કૌભાંડોમાં આ બંને સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં તેઓ રાજનીતિના મોટા માથાઓના પણ સંપર્કમાં હોવાનું સામે આવી રહ્યું છે. ઘણી ઘટનાઓમાં આખરે સમાધાન પણ કરી લેવામાં આવતું હતું. દિલીપ ઠાકોરનું કહેવું છે કે, દલાલી આપ્યા વગર જમીન વેચાઈ હોવાથી આખી ઘટના બની છે. જમીનના કાગળમાં ફરિયાદી અને તેમના પરિજનો સહી ના કરે તે માટે અપહરણ કરાયું હતું. અમને અપહરણ કરનારાઓએ ચા પાણી કરાવ્યા હતા. આ ઘટનામાં સૌથી મોટો સુત્રધાર કુંજનનો ભત્રીજો છે અને વિષ્ણું ઉર્ફે બબન જનક ઠાકોરનો ડ્રાઈવર છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…