કડીના ધો.12ના વિદ્યાર્થીની લાશ કેનાલમાંથી મળી, નવી કારનો અકસ્માત કરતા ડરથી આત્મહત્યા

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામીની આચાર્ય.મહેસાણાઃ કડી તાલુકાના કુંડાળ ગામનો ધોરણ બારમાં ભણતો વિદ્યાર્થીએ શનિવારના દિવસે નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. જ્યારે આજે મંગળવારે કડી તાલુકાના આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો અને પોલીસઘનના સ્થળે દોડી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના આજન આધુનિક માં-બાપ બનવાની રેસમાં લાગી ગયેલા માતા પિતા માટે ચેતવણી સમાન છે. બાળકોને તેમની ઉંમર અને લાયસન્સ વગર વાહન આપવું કેટલું પીડાદાયક બની શકે છે તે અહીં જાણી શકાય છે.

નવી કાર લઈને નીકળ્યો, થયો અકસ્માત
કડી તાલુકાના કુંડાળ ગામે રહેતા મહેશભાઈ પ્રજાપતિ કે જેઓ છૂટક વ્યાપાર ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમનો એકના એક દીકરો મૌલિક પ્રજાપતિ કે જે કડી હાઇવે ચાર રસ્તા પાસે આવેલ રંગવાલા હાઈસ્કૂલની અંદર ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો હતો તેના પિતા છૂટક વેપાર ધંધો કરીને ગુજરાન ચલાવી રહ્યા છે અને તેઓએ ઘરના વપરાશ માટે નવી કાર ખરીદી હતી. જ્યાં તેમનો એકના એક દિકરો મૌલિક પ્રજાપતિ ગાડી લઈને નીકળ્યો હતો અને ગાડીને રોડ ઉપર ડિવાઈડરને અથડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. તેમના દિકરાએ મૌલિકે તેના પિતાને જાણ કરી હતી અને જાણ કરીને પોતાના ઘરે તે પહોંચ્યો હતો.

ખેડૂતો માટે 72 કલાક મુશ્કેલી ભર્યાઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ટેન્શન ઊભું

પિતાએ ઘરે આવી પુત્ર અંગે પુછ્યું પણ…
કડીના કુંડાળ ખાતે રહેતો ધોરણ 12 માં અભ્યાસ કરતા મૌલિક પ્રજાપતિએ નવી ગાડીને અકસ્માત સર્જીને પોતાના ઘરે આવી ગયો હતો. જે દરમિયાન શનિવારે બપોરે 1:00 વાગ્યાની આજુબાજુ પોતે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયો હતો. જે દરમિયાન તેના પિતા મહેશભાઈ પ્રજાપતિ ઘરે આવ્યા હતા અને તેમના દિકરા અંગે પરિવારજનોને પૂછ્યું હતું પરંતુ તેમનો દિકરો ઘરે હાજર ન હતો. જ્યારે ત્રણ વાગ્યા સુધી ઘરે ના આવતા તેઓએ તેમના દિકરાની શોધ ખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી ઘરે ના આવ્યો હતો ત્યાંથી પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી હતી. તેઓ કડી શહેરની અલગ અલગ નર્મદા કેનાલ ઉપર શોધ ખોળ હાથ ધરી હતી અને કડી તાલુકાના કરણનગર પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલ પાસે તપાસ કરતા તેમના દિકરાનું એકટીવા તેમજ મોબાઈલ મળી આવ્યા હતા. તેઓએ નર્મદા કેનાલમાં પણ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમના દિકરાની કંઈ ભાળ ન મળતા અલગ અલગ જગ્યાએ તેઓએ તેમના દિકરાના મિત્ર મિત્રો પાસે પણ તપાસ કરાવી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા છેવટે આજે તેમના દિકરાની લાશ કડી તાલુકાના આદુન્દ્રા નર્મદા કેનાલ માંથી મળી આવી હતી. જે પછી સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આજે નર્મદા કેનાલમાંથી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને લાશનો કબજો મેળવી તેને પીએમ કરાવીને તેના પરિવારજનોને સોંપીને આગળની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

પરિવારે શું કહ્યું?
કડી તાલુકાના કુંડાળ ગામે રહેતા મહેશભાઈ પ્રજાપતિ નો દિકરો ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો છે અને મૌલિકના મામા અને મહેશભાઈના સાળા શૈલેષભાઈ પ્રજાપતિ જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, મૌલિક ના પપ્પા મહેશભાઈએ તેમના ઘર વપરાશ માટે આજથી બે વર્ષ પૂર્વે મારુતિ કંપનીની ગાડી ખરીદી હતી જ્યાં શનિવારે મારો ભાણો મૌલિક ગાડી લઈને નીકળ્યો હતો અને કડી હાઇવે સાઈબાબાના મંદિર પાસે પહોંચતા ગાડી તેને ડિવાઇડર સાથે અથડાવી હતી. મારા ભાણાએ તેના પપ્પાને જાણ કરી હતી. તે પછી મારો ભાણો ગાડી મૂકીને ઘરે આવતો રહ્યો હતો. એક વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો તેને અકસ્માત કર્યો હતો અને તેને ડર હતો કે તેના પપ્પા તેને મારશે અને બોલશે જે કારણે તે ઘરેથી નીકળી ગયો હતો. ત્રણ વાગ્યાની આજુબાજુ પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી અને તે મોડે સુધી મળ્યો ન હતો. આજે આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી તેની લાશ મળી આવી હતી.

વિદ્યાર્થીઓ આ સવાલથી જબ્બર સલવાયાઃ ‘બેફામ’ની કવિતા પર પોતાનું નામ લખાતા કવિએ શું કહ્યું

ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની આજે આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જે બાબતે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને બીટ જમાદાર ભીમાભાઇ જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આજે આદુન્દ્રા નર્મદા કેનાલમાંથી કુંડાળના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. વિદ્યાર્થી શનિવારના દિવસથી ગુમ થયો હતો. જે બાબતે પરિવારે કડી પોલીસને જાણ કરી હતી અને હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તો જ્યારે આજે મૌલિક પ્રજાપતિ નામના વિદ્યાર્થીની આ જે નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. આત્મહત્યા કરવાનું કારણ હોઈ શકે કે મૌલિકે ગાડીનો અકસ્માત કર્યો હતો અને ડરના મારે તેને આત્મહત્યા કરી હોય તેવું બની શકે જ્યાં લાશનો કબજો લઈને પીએમ કરાવીને લાશને પરિવારજનોને સોંપીને કાર્યવાહી કરાવી હતી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT