જયસુખ પટેલને મોરબીની ઘટનામાં 7 દિવસના રિમાન્ડ, 'તેને ખબર જ હતી' - latest news gujarat gujarat tak morbi bridge collapse morbi tragedy jaysukh patel remand morbi crime updates - GujaratTAK
આપણું ગુજરાત રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

જયસુખ પટેલના મોરબી બ્રિજ ઘટનામાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા, ‘જયસુખને ખબર જ હતી’

રાજેશ આંબલિયા.મોરબી: મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આજે જયસુખ પટેલને પોલીસે રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાના ગુનામાં નાસતા ફરતા આરોપી સામે કોર્ટે કલમ ૭૦ હેઠળ ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા જયસુખ પટેલ પોલીસ ધરપકડથી બચવા માટે ગઈકાલે કોર્ટમાં હાજર થઇ સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો જ્યાંથી પોલીસે […]

રાજેશ આંબલિયા.મોરબી: મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આજે જયસુખ પટેલને પોલીસે રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા. મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાના ગુનામાં નાસતા ફરતા આરોપી સામે કોર્ટે કલમ ૭૦ હેઠળ ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા જયસુખ પટેલ પોલીસ ધરપકડથી બચવા માટે ગઈકાલે કોર્ટમાં હાજર થઇ સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો જ્યાંથી પોલીસે મંગળવારે રાત્રે કબજો લઈ લીધો હતો. આજે બુધવારે સાંજે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં કોર્ટે તમામ દલીલો સાંભળ્યા પછી 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

‘મકાન સમારકામ માટે આપ્યું અને લાદી સરખી કરી’
પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020 માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યાર બાદ કોઈ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હોવા છતાં ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે આ અકસ્માતે ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતાં પણ જે મુખ્ય કેબલ બદલાવાની જરૂર હતી એ કેબલ તાર બદલાવ્યા વગર નાના નાના કોસ્મેટીક ચેન્જીસ કરી મેન્ટેનન્સનું કામ પુરૂ કરતા હતા. એનો મતલબ એવો થાય કે ભૂકંપમાં મકાન આખું હલી ગયું હોઈ તેની દીવાલો, સીલીંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે આમને લાદી સરખી કરી એના જેવી વાત હતી.

જ્યારે ગરીબ કેદીઓને જામીન અને દંડ ભરવામાં મળશે મદદઃ સરકાર સમજી રાષ્ટ્રપતિની વાત!

જયસુખને કોન્ટ્રાક્ટ વખતે જ ખબર હતી
તેમણે કોર્ટને આવી દલીલ કરી હતી કે જયારે એમને ખબર જ હતી કે પુલ આટલો નબળો છે તૂટી શકે તેમ છે તેમ છતાં કેબલ તારનું કઈ પણ કર્યા વગર ફ્લોર જ બધી બદલાવી આપેલી. એનાથી જાણે પુલની સ્ટ્રેન્થ વધી જતી હોઈ. બીજી રજૂઆત એ હતી કે ટીકીટ કાપનાર અને જયસુખભાઈને ખબર જ હતી કે આ પુલ પર એક સમયે 100 કરતા વધુ લોકો જાય તો એ જોખમી છે. તેમ છતાં બ્રીજ તૂટ્યો ત્યારે 400 થી 500 લોકો બ્રીજ પર હતા એ કોના વિચારથી 500 લોકોને જવા દીધા. જયસુખ પટેલને રિનોવેશનનો જે પેટા કોન્ટ્રાકટ આપ્યો તે જાણતા હતા કે આ કોન્ટ્રાક્ટથી પુલની ક્ષમતા વધતી નથી તેમ છતાં દેખાવ ખાતર આ બધું કામ કરાવેલું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું… 9 રૂપિયામાં 140 KMની સફર, ભારતમાં લોન્ચ થઈ આ સસ્તી ઈલેક્ટ્રિક બાઈક ડિવોર્સ બાદ બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે 37 વર્ષનો એક્ટર, જાણો કોણ છે દુલ્હન? 7 વર્ષથી ક્યાં ગાયબ હતી ‘કલિયોં કા ચમન’ એક્ટ્રેસ? કરી રહી કમબેક, બદલાઈ ગઈ આટલી બધી તૂટ્યા છ વર્ષના લગ્ન, છૂટા છેડાના ગમમાં એક્ટ્રેસ, બોલી- 2 મહિના થયા પણ ટ્રોલર્સ… એડલ્ટ સીરિઝમાં કામ કર્યું, Big Bossથી મળી ફેમ, હવે શું કહી રહી છે એક્ટ્રેસ? કેટરિના-દીપિકાને પણ પછાડે તેવા વડોદરા તાલુકાના પ્રમુખ, તમે પણ બની જશો દીવાના… ટોપલેસ થઈ ‘બિગ બોસ’ ફેમ એક્ટ્રે, પાછળ પડી ગયા ટ્રોલર્સ, બોલ્યા- પ્રસિદ્ધી માટે… 2 બાળકોની માતા છે ‘જવાન’ એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્રેટ Appleના ફોનમાં પહેલીવાર ISROએ બનાવેલી દેશી GPS સિસ્ટમ NavICનો ઉપયોગ પ્રેગ્નેંસીમાં સોનમનું વધ્યું 36 kg વજન, ડિલીવરીના બાદ કેવા શેપમાં આવી પાછી?