અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે વધુ એક અકસ્માતની ઘટના બની છે. બુધવારે ધનસુરાના ભેંસાવાડા ખાતે એક ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં ટ્રકને પણ નુકસાન થવા પામ્યું હતું. પોલીસે ઘટનાની વધારે તપાસ શરૂ કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
જયસુખ પટેલના મોરબી બ્રિજ ઘટનામાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા, ‘જયસુખને ખબર જ હતી’
ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો
અરવલ્લીના ધનસુરા ખાતે આવેલા ભેંસાવાડા નજીક આજે મંડપનો સામાન લઈને જતા એક ટ્રકનો અકસ્માત થયો હતો. આઈસર ટ્રકના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પુર ઝડપે જતી ટ્રક જોત જોતામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થય હોવાના અહેવાલ સામે આવ્યા છે જ્યારે એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બુધવારે બનેલી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સારવાર માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા. મામલાને લઈને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અરવલ્લીના ધનસુરાના ભેંસાવાડા પાસે આઈસર ટ્રક પલટતા સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત, ચાર વ્યક્તિઓ થયા ઘાયલ, ઘાયલોને ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા, ધનસુરા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી#Accident #Aravalli pic.twitter.com/WijZ5ZlTkb
— Gujarat Tak (@GujaratTak) February 1, 2023
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)