Junagadh માં આલ્ફા વિદ્યા સંકુલના સંચાલકોએ કરી અનોખી પહેલ, શિક્ષકોને આપ્યા એક કરોડની ભેટ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: એક તરફ ગુજરાતમાં શિક્ષકો પ્રત્યે આદર અને સન્માન ઓછું થતું જાય છે, ખાનગી સ્કૂલો માં ઊંચી તગડી ફી વસૂલતા સંચાલકો દ્વારા નિષ્ણાંત હોવા છતાં શિક્ષકોનું ખૂબ શોષણ થાય છે. ઓછા પગારે વધુ કલાકો કામ લેતા હોય છે. એવામાં જૂનાગઢની એક શાળા સંચાલકે શિક્ષકોની કદર કરતા એક કરોડ થી પણ વધુના ઇનામો આપ્યા જેમાં લક્ઝ્યુરિયસ કાર, એક્ટિવા સ્કૂટર્સ, લેપ ટોપ, આઇ પેડ, માઇક્રોવેવ નો સમાવેશ થાય છે.

શિક્ષકો થકી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સર્જન થાય છે સપના સાકાર થાય છે. આથી સૌથી વધુ સનમાનના હકદાર છે. આ શિક્ષકો.. આ ઉક્તિ ને સાર્થક કરતા આલ્ફા વિદ્યા સંકુલના સંચાલક જીગ્નેશ નકુમ અને તેમની સંચાલક ટીમ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સતત મહેનત કરતા શિક્ષકોનું અનેરું સન્માન કરવામાં આવ્યું.

અનોખી રીતે કર્યું સન્માન
ભળકોને ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે.આલ્ફા વિદ્યા સંકુલ દ્વારા ભારતનું ભવિષ્ય ઘડનાર ઘડવૈયાઓને અનોખી રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષક જીતેન્દ્ર મેઘનાથીને ટાટા અલ્ટ્રોઝ કાર આપવામાં આવી. શાળા સંચાલક દ્વારા હ્યુન્ડાઈ ક્રિયેટા,ટાટા આલ્ટ્રોઝ, મારુતિ અલ્ટો જેવી 3 કાર, એક્ટિવા અને સ્પેલડર 22 બાઈક અને સ્કૂટર, 3 આઇફોન, 25 માઇક્રોવેવ આપી શિક્ષકોને તેમની મહેનત ની કદર કરતા ભેટ આપી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Ambaji: મોહનથાળ મુદ્દે ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું કહ્યું, ભગવાન પહેલા પક્ષ પછી

જાહેરમાં કરાયું અનોખુ સન્માન
શિક્ષકોનું આ સનમાન શાળાના વાર્ષિક ઉત્સવ દરમિયાન વાલીઓની હાજરીમાં આપવામાં આવ્યું ત્યારે ભૂતપૂર્વ મુખ્યંત્રીશ્રી આંનંદી બેન પટેલના દીકરી અનાર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ રીતે આશ્ચર્યજનક ભેટ આપી શિક્ષકોનું સનમાન કરતા શિક્ષકોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. કોઈ શિક્ષકને આટલી મોટી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોય એવો કદાચ આ પ્રથમ વખત બન્યું હશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT