હાલોલના પુષ્ટિ માર્ગીય મંદિરોમાં આજે વહેલી સવારે હોલિકા દહન

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગુજરાતમાં જ્યાં ઠેરઠેર ગત રાત્રે હોલીકા દહન કરવામાં આવ્યું હતું ત્યાં આજે હોળીના બીજા દિવસે એટલે કે મંગળવારે વહેલી સવારે હાલોલ ખાતે આવેલા વૈષ્ણવ સમાજ પુષ્ટિ માર્ગીય મંદિરોમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. અહીં અન્ય હોળીની જેમ જ હિન્દુ શાસ્ત્રો વિધિઓ અનુસાર હોલીકા દહન કરવામાં આવે છે. ઉપરાંત હોળીમાં વિવિધ આહુતિઓ પણ અપાય છે.

ગુજરાત સરકારને નડી મોંઘવારી, ખર્ચા દોઢા વધ્યા

પરંપરાગત પ્રથા આજે પણ યથાવત
હાલોલ પંથકમાં ગતરોજ વિવિધ સ્થળે હોળિકા દહન કરવામાં આવ્યું હતું.જ્યારે હાલોલ નગરમાં આવેલા વૈષ્ણવ સમાજ દ્વારા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં આજે વહેલી સવારે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોળીકા દહનને લઈને હિન્દુ શાસ્ત્રમાં અસંખ્યા માન્યતાઓ છે. હાલોલ નગરમાં દરેક તહેવારોને ધામધૂમથી ઉજવવા આવે છે. એમાં પણ હોલીકા દહનના મુહૂર્તને ધ્યાનમાં રાખીને હોળી પ્રગટાવવની પરંપરા આજે પણ યથાવત જોવાં મળી હતી. જ્યારે હાલોલ નાં પુષ્ટિ માર્ગીય મંદિરોમાં હોલિકા દહન કરાતા નગરના વૈષ્ણવ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના સ્વાસ્થ્ય માટે તેમજ સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે પૂજા અર્ચના પ્રાથના કરી હોળીમાં ધાણી, ચણા, ખજૂરનું આહ્વાન કર્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT