‘8 પાસ, બુદ્ધીનો છાંટો નહીં છતા ભાજપ સરકારમાં ગૃહમંત્રી બની શકો’- મેવાણીનો હર્ષ સંઘવીની ટિપ્પણી પર જવાબ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સાહેબને ખુશ કરવામાં કેટલીકવાર કર્મચારીઓ એવું કાંઈક કરી દેતા હોય છે કે જાહેરમાં ટીકાને પાત્ર થઈ જાય છે. આવું જ કાંઈક હમણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયું છે. હાલમાં અદાણી ગ્રુપ પર હિંડન્બર્ગનો રિપોર્ટ આવ્યા પછી રાહુલ ગાંધી દ્વારા આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જોકે તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પહેલાની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરીને તેનો આડકતરો જવાબ આપ્યો હતો. જે શબ્દો પછી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ સોશ્યલ મીડિયા પર એવી ટીપ્પણી કરી હતી કે, 3000 કિમી ચાલવાથી દાઢી વધે, બુદ્ધી નહીં. અપમાનજનક આ શબ્દોથી જીગ્નેશ મેવાણી આકરા થયા હતા અને તેમણે વળતા જવાબમાં બુદ્ધીનો છાંટો નથી તેવી વાત સાથે કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

મુકેશ અંબાણીએ ફરી કરી ટોપ-10 અમીરોમાં એન્ટ્રી, જાણો અદાણી સહિત બીજા અરબપતિઓની સ્થિતિ

હર્ષ સંઘવીને કેવા મળ્યા રિપ્લાય…
હર્ષ સંઘવીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, હવે એક વાત “કન્ફર્મ” છે…! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ…!!! જોકે હર્ષ સંઘવીની આ વાતને લઈને તેમની ઘમી ટીકા પણ યુઝર્સે કરી છે. એક યુઝરે લખ્યું છઠે કે પેપર ફોડ સરકારના ઓવર બુદ્ધીશાળી મંત્રીઓ માટે અમારી દુઆ છે કે, ભગવાન તમારા જેવા અહંકારીને સદબુદ્ધી આપે… યુથ કોંગ્રેસ ગુજરાતે લખ્યું છે કે, રાહુલ ગાંધીની દાઢી પર વાત કરનાર લોકો પેપર ફૂટવાના કૌભાંડ, યુવાનોના ભવિષ્ય જોખમમાં મુકવા અને ભ્રષ્ટાચાર પર એક વાત તો કરો… એક યુઝરે લખ્યું કે જો ખાનદાની સંસ્કારી હોતે હૈ વો મિજાજ રખતે હે નરમ અપના, તુમ્હારા ટ્વીટ દીખા રહા હૈ કી અભણની સાથે સંસ્કારની કમી છે…!!

આ પણ વાંચો

ADVERTISEMENT

Adani Groupને વધુ એક ઝટકો, હિમાચલમાં કંપનીના સ્ટોર પર GSTના દરોડા, ટેક્સમાં ગરબડીનો આરોપ

જીગ્નેશ મેવાણીને કેવા મળ્યા રિપ્લાય…
આ મામલામાં જીગ્નેશ મેવાણીએ તેવી જ ભાષાનો પ્રયોગ કરીને જાણે વળતો જવાબ આપ્યો હોય તેમ હર્ષ સંઘવીના ટ્વીટને ટાંકીને લખ્યું છે કે, હવે એક વાત ‘કન્ફર્મ’ છે…! જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો…!!! જોકે આ વાતમાં પણ કેટલાક યુઝર્સે પોતાની વાત મુકી હતી. જેમાં એક યુઝરે લખ્યું કે તમે ગમે તેટલા ભણેલા હોવ પણ મૂર્ખ લોકો ની સાથે તમારી બેઠક હોય તો તમે પણ મૂર્ખ જ કેવાય. અન્ય એક યુઝરે લખ્યું છે કે, રાજકરણ એ માણસ ના બુદ્ધિ પ્રમાણે હોદ્દો મળે. જેમ જે અમિત ભાઈ ને વિપક્ષ ના નેતા બનવ્યા…… ઓછા ભણેલા છે તો પણ તેમનામાં બુદ્ધિ વધારે હશે અને તમે સૌથી વધારે ભણ્યા છો…. પણ ગણ્યા નથી. એટલે હજી ઠન ઠન છો. બીજા એક યુઝરે લખ્યું કે, કોંગ્રેસની સરકારમાં તો કેમ જાણે ગ્રેજ્યુએટ જ ગૃહમંત્રી બન્યા હોય. ગજબ હો બાકી.

રાજ્યસભામાં PM મોદીનું ભાષણ શરૂ થતા જ હોબાળો, વિપક્ષે ‘મોદી-અદાણી ભાઈ-ભાઈ’ના નારા લગાવ્યા

શું બન્યું સંસદમાં
હિંડન્બર્ગના રિપોર્ટ પહેલા પણ રાહુલ ગાંધી અદાણી અને અંબાણીનું નામ જાહેરમાં લેતા હતા અને તેમના પર સરકારના ચાર હાથ હોવાનું કહેતા હતા. જોકે આ રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના ગૌતમ અદાણી વિશ્વના ધનીકોની યાદીમાં સતત નીચે પડવા લાગ્યા. તેમના કથિત આર્થિક વ્યવહારો પર આંગળીઓ ચિંધાવા લાગી જોકે તે પછી નરેન્દ્ર મોદી દ્વારા અદાણીને પોતાના વિદેશ પ્રવાસો દરમિયાન ફાયદો થાય તેવી રીતે કામ કરવાનો રાહુલ ગાંધી દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો. જે પછી બુધવારે નરેન્દ્ર મોદીએ ગૃહમાં આ અંગે કોઈ જ સ્પષ્ટ ફોડ પાડી ન હતી. તેમણે કહ્યું હતું કે, 2014થી સતત આલોચના કરે છે, ભારત કમજોર થઈ રહ્યું છે, હવે કહી રહ્યા છે, ભારત એટલું મજબુત થયું છે કે બીજા દેશોને ધમકાવીને નિર્ણય કરાવે છે. પહેલા એ તો નક્કી કરો કે ભારત કમજોર થયું છે કે મજબુત થયું છે. દેશવાસીઓનો જે મોદી પર ભરોસો છે તે આમની સમજથી ઘણો બહાર છે. મફત રાશન મેળવનારા 80 કરોડ દેશવાસીઓ આમના પર ભરોસો કરશે?, જે ખેડૂતોના ખાતામાં સરકારના રૂપિયા યોજનાને અંતર્ગત આવતા હોય તે તમારી વાતમાં કેમ વિશ્વાસ કરશે? 3 કરોડથી વધારે લોકોને પાકા મકાન આપ્યા છે તે આ જુઠી વાતો પર શું ભરોસો કરશે? 9 કરોડને મફત ગેસ કનેક્શન મળ્યા છે તે શું વિશ્વાસ કરશે? શૌચાલય મળ્યા છે તે તમારા પર શું વિશ્વાસ કરશે? 8 કરોડ માતાઓ જેમને નળથી જળ મળ્યું છે તે તમારી ગાળોને કેમની સ્વિકારશે?  આમ તેમણે અદાણી મામલામાં તેમના પર કરવામાં આવેલા આક્ષેપોને વાળી લીધા હતા.

ADVERTISEMENT

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT