અમદાવાદમાં વંટોળઃ જુઓ Video, અમરેલીમાં કરાની સટાસટી, હોલીકા દહનમાં મુશ્કેલી

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ/અમરેલી/કચ્છઃ ગુજરાતના હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યાં બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તા. 4થી 8 માર્ચ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. બંને આગાહીઓને પગલે અમરેલીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જ્યારે આજે સોમવારે ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં હાલમાં જ ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. વંટોળને પગલે ઘણા વિસ્તારોમાં થોડી ક્ષણો માટે વીઝિબ્લીટી પણ લો થઈ ગઈ હતી. આ તરફ કચ્છમાં પણ ખાવડા ખાતે કરા પડ્યા હતા. ભારે પવન સાથે અહીં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણના ફેરફારને કારણે હોલીકા દહનના કાર્યક્રમમાં પણ લોકોને મુશ્કેલી પડી હતી.

Gujarat: CM એ પુછ્યું કેટલી વખત પેપર ફુટ્યા? વિદ્યાર્થીઓએ કહ્યું 5 વખત પછી…

અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો જુઓ વીડિયો
ગુજરાતમાં જ્યાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં સોમવારે સાંજે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. પવનના કારણે ઘણા વિસ્તારોમાં થોડી ક્ષણો માટે ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. જેના કારણે વીઝિબ્લીટીમાં સમસ્યાઓ થઈ રહી હતી.

અમરેલીમાં કરા પડ્યા જુઓ વીડિયો
અમરેલીમાં જિલ્લા અને શહેરી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અમરેલીમાં ધોધમાર તો ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કરા પણ પડ્યા છે અને સાથે વરસાદે જાણે સટાસટી બોલાવી હોય તે રીતે કમોસમે એન્ટ્રી મારી છે. જેના કારણે ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કચ્છમાં ભારે વરસાદ અને કરા
કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે આજે માવઠું પડ્યું હતું. ભુજ તેમજ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ખાવડ઼ામાં કુકમામાં વરસાદજ દરમિયાન કરા પડ્યા છે. સતત બીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું.

પાટણમાં વરસાદી ઝાપટા
પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો, સમી શંખેશ્વર પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગાજવીજ સાથે વરસાદ થતાં હોલિકા દહનમાં મુશ્કેલી સર્જાય તેવી શક્યતા

ADVERTISEMENT

વડોદરામાં પણ ભારે પવન ફૂંકાયો
ગુજરાતના અન્ય વિસ્તારોની સાથે સાથે વડોદરામાં પણ ભારે પવન ફૂંકાયો હતો. વાહન ચાલકોને આ કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીઓ પડી હતી.

ADVERTISEMENT

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, ગોપી ઘાંઘર, હિરેન રાવિયા, વિપીન પ્રજાપતિ)

    follow whatsapp

    ADVERTISEMENT