Ganesh Chaturthi 2023: વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં શ્રીજી પુત્રો-પૌત્રો સહિતના પૂર્ણ પરિવાર સાથે બિરાજમાન - ganesh chaturthi 2023 the only temple in the world where sriji resides with his complete family including children - GujaratTAK
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Ganesh Chaturthi 2023: વિશ્વમાં એકમાત્ર મંદિર જ્યાં શ્રીજી પુત્રો-પૌત્રો સહિતના પૂર્ણ પરિવાર સાથે બિરાજમાન

Ganesh Chaturthi 2023: ગુજરાતમાં અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય પણ વિવિધ ભગવાનના જાણીતા મંદિરો આવેલા છે. આવનારા થોડા સમય બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થવાનો છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ દેવાઈ છે. માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે આજે ગણેશ ચોથ હોઈ […]

Ganesh Chaturthi 2023: ગુજરાતમાં અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય પણ વિવિધ ભગવાનના જાણીતા મંદિરો આવેલા છે. આવનારા થોડા સમય બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થવાનો છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરાઈ દેવાઈ છે. માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે આજે ગણેશ ચોથ હોઈ ગણપતિ દાદાના જન્મદિવસ નિમિત્તે અમે તેમને એક ખાસ ગણપતિ મંદિરના દર્શ કરાવવા જઈ રહ્યા છીએ.

અંબાજી મંદિરમાં જ આવેલું છે આ મંદિર

અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયક ગણપતિદાદાનું મંદિર આવેલું છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે સમગ્ર વિશ્વમાં ગણપતિદાદા પૂરા પરિવાર સાથે અંબાજી મંદિર ખાતે બિરાજમાન છે. જે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.ઘણા ભક્તો આ અંગે જાણે છે પરંતુ જો નથી જાણતા તેમને જણાવીએ કે, અંબાજી મંદિર ખાતે આવેલું છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનુ પ્રાચીન મંદિર. આજના દિવસે આ વિઘ્નહર્તાના પરિવારના કરીએ દર્શન.

Gujarat Rain Updates: પોલીસને મળ્યા લોકોના આશીર્વાદ, મહી નદીના પૂરમાં ફસાયેલાઓના બચાવ્યા જીવ

દાદાને 21 કિલો લાડુનો ભોગ

આજે સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને દાદાને લાડુનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. સવારે 21 kg લાડુનો પ્રસાદ ગણપતિ દાદા સમક્ષ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મહારાજ દ્વારા ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. આજે અહીં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ગણપતિદાદાના મંદિરે કેક પણ કાપવામાં આવશે. ગણપતી દાદા અહીં પોતાના સંપૂર્ણ પરિવાર સાથે બિરાજમાન છે.

ગણેશજી પુત્રો-પૌત્રો સાથે બિરાજમાન

ગણપતિ દાદાનું પુરા પરિવાર સાથે સમગ્ર વિશ્વમાં એકમાત્ર મંદિર અંબાજી મંદિર ખાતે આવેલું છે, જે સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ગણપતિદાદા ભાર્યા રિદ્ધિ સિદ્ધિ, પુત્રી સંતોષી માતા, પુત્રો શુભ, લાભ, પૌત્રો શેમ, કુશળ સાથે બિરાજમાન છે.

આજે ગણેશ ચોથ નિમિત્તે મંદીરમાં મહા આરતી

અંબાજી મંદિરમાં આવતા ભક્તો ગણપતિ દાદા ના મંદિરમાં દર્શન કરવા અચૂક આવતા હોય છે, આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.ગણપતી બાપા ને 21 કિલોનો લાડુ ધરાવવામાં આવ્યો. મુકેશ જોષી, પુજારી, સિધ્ધિ વિનાયક મંદિર દ્રારા સમગ્ર ભક્તોને મનોકામના પૂર્ણ થાય તે માટે ગણપતિ દાદા ના દર્શન કરવા જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું.

(શક્તિસિંહ રાજપુત, અંબાજી)
45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…