અમદાવાદ : IPS હસમુખ પટેલના નામનું નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હતું. આ બાબતે આઇપીએસ હસમુખ પટેલના ધ્યાને આવતા તેઓ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લોકોને આ અંગે માહિતી આપી હતી. ફેક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવા માટેની તજવીજ પણ હાથ ધરી હતી. અગાઉ ફેક એકાઉન્ટ મામલે ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી ચુક્યા છે.
અનેક રાજનેતાઓ અને અધિકારીઓ પણ આ ગેંગનો ભોગ બન્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક IPS અધિકારીઓ, IAS અધિકારીઓ અને રાજનેતાઓના પણ નકલી એકાઉન્ટ બની ચુક્યા છે. અનેક લોકો પણ છેતરાઇ ચુક્યા છે. વિવિધ નકલી એકાઉન્ટમાંથી મેસેજ આવે છે અને સામાન્ય વાતચીત બાદ પૈસાની માંગણી કરવામાં આવે છે. લોકો પણ ઉચ્ચ અધિકારી કે નેતા હોવાથી વિશ્વાસ રાખીને પૈસા આપતા હોય છે. પાછળથી છેતરાયા હોવાની લાગણી થાય છે.
IPS હસમુખ પટેલ દ્વારા સમગ્ર મામલે લોકોને જાણ કરવામાં આવી
જો કે અનેક લોકો આ ગેંગનો ભોગ બની ચુક્યા છે. અનેક નેતાઓ અને અધિકારીઓ ભોગ બની ચુક્યા છે પરંતુ હજી સુધી કોઇ પણ કાર્યવાહી થઇ નથી. કોઇ પણ સભ્ય ઝડપાયો હોવાની માહિતી સામે આવી નથી. પોલીસ અધિકારીઓ પણ તેનો ભોગ બની ચુક્યા હોવા છતા કોઇ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહીનું ક્યારે પણ સાંભળવા મળ્યું નથી.