EXCLUSIVE: PM મોડી રાત્રે એરપોર્ટ આવ્યા બાદ શંકરસિંહ સાથે 1 કલાક સુધી બેઠક યોજી કારણ કે…

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા. તેઓ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે સ્ટેડિયમ ખાતે હાજર રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ઔપચારિકતા પતાવીને સીધા જ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં ભાજપના ઉચ્ચ નેતૃત્વ સાથે તેમણે કલાકો સુધી મીટિંગ કરી હતી. પોતાના નિશ્ચિત શેડ્યુલ કરતા વધારે સમય રોકાઇએ તેમણે અલગ અલગ પદાધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉપરાંત રાજ્યના ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સહિતના અનેક અધિકારીઓ અને રાજકીય હસ્તીઓ હાજર રહી હતી.

મોડી રાત્રે એરપોર્ટ પર પહોંચીને સીધી શંકરસિંહ સાથે બેઠક યોજી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન શંકરસિંહ વાઘેલા સાથે પણ પીએમ મોદીએ મુલાકાત યોજી હતી. અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે ઉતર્યા બાદ સૌથી પહેલા તેમણે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી. 50 મિનિટ લાંબી ચાલેલી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જો કે શંકરસિંહ વાઘેલાએ આ માત્ર એક ઔપચારિક મુલાકાત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પુત્રના લગ્ન હોવાથી તેમને આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ પણ સમયની અનુકુળતા હશે તો ચોક્કસ હાજર રહેશે તેવું જણાવ્યું હતું.

શંકરસિંહે ઔપચારિક મુલાકાત ગણાવી હતી
આ અંગે શંકરસિંહ વાઘેલા સાથે EXCLUSIVE વાતચીત કરતા શંકરસિંહ વાઘેલાએ પણ મોડી રાત્રે બેઠક થઇ હોવાનો સ્વિકાર કર્યો હતો. તેમણે બેઠક અંગે જણાવ્યું કે, હું અને મારા પુત્ર મહેન્દ્રસિંહે પીએમ મોદીને મળ્યા હતા. એકાદ કલાક સુધી અમારી બેઠક ચાલી હતી. આ બેઠકમાં અમે જુના સંસ્મરણો વાગોળ્યા હતા. મે હીરા બા સાથે પીએમ મોદીના એક ફોટાને ગોલ્ડફ્રેમ કરાવી તેમને ભેટ આપ્યો હતો. જ્યારે મહેન્દ્રસિંહે પીએમ મોદીનું ખેસ પહેરાવ્યો હતો. આ ઉપરાંત અમારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે. મહેન્દ્રસિંહના દિકરાના લગ્ન છે. જેથી અમે તેમને આમંત્રણ પત્રિકા પણ આપી હતી. પીએ મોદીને ચોક્કસ હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ પણ કંકોતરી સ્વિકારીને હરખ વ્યક્ત કરવાની સાથે સમયની સાનુકુળતા હશે તો ચોક્કસ આવવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ જુની વાતો યાદ કરીને હાલની સ્થિતિ અંગે સામાન્ય ચર્ચા કર્યા બાદ અમે છુટા પડ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT