ભાવનગરઃ ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ અને ભરતીઓમાં ઘણા કૌભાંડો ખેલાઈ ગયા, આ ખેલને ઉજાગર કરવામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરીષદ યોજી જાણકારીઓ જાહેર કરી હતી. જોકે તે પછી આરોપ લાગ્યા હતા કે કેટલાક લોકોના નામ નહીં જાહેર કરવાને લઈને યુવરાજસિંહ અને તેના સાથીદારોએ 1 કરોડનો તોડ કર્યો હતો. આ મામલામાં અત્યાર યુવરાજસિંહ અને તેમના બે સાળાઓ સાથે અન્ય ત્રણની ધરપકડ થઈ હતી જે પછી તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આટલા દિવસો છતા કોઈને જામીન મળ્યા ન હતા. આજે તે પૈકીના એક આરોપીને જામીન મળ્યા છે.
લોહીનું સગપણ રઝળતું રહ્યું અને મુસ્લિમ ભાડૂઆત બન્યો 85 વર્ષના વૃદ્ધાનો આધાર
કોને મળ્યા જામીન
ભાવનગરમાં જ નહીં ગુજરાત ભરમાં ચકચારી બનેલા ડમી કાંડમાં નામ નહીં જાહેર કરવાને લઈને 1 કરોડનો તોડ કરવામાં યુવરાજસિંહ જાડેજા, તેમા બંને સાળા શિવુભા અને કાનભા ગોહિલ ઉપરાંત ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને અલ્ફાઝ ઉર્ફે રાજુ સામે ગુનો નોંધાયો હતો. આ મામલે કોર્ટે તમામને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જેલમાં બંધ કોઈના પણ જામીન મંજુર થયા ન હતા. દરમિયાનમાં આ કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા અલ્ફાઝ ઉર્ફે રાજુના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તોડકાંડ પ્રકરણમાં પ્રથમ વખત કોઈ આરોપીને જામીન મળ્યા છે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)