Ambaji: મોહનથાળ મુદ્દે ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું કહ્યું, ભગવાન પહેલા પક્ષ પછી

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji: અંબાજીમાં આવેલા જગજનની મા અંબાના મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દેવાનો નિર્ણય લેવાતા ભક્તોમાં રોષ છે. છેલ્લા ઘણા દિવસોથી માઈભક્તો દ્વારા મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ રહી છે. ત્યારે આ વિવાદને લઈ આજે ભાજપના નેતાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.

અંબાજી પ્રસાદ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ભક્તો દ્વારા પ્રસાદના વિતરણ બાદ આજે અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરના દર્શન કરી અને ભાજપ માંથી રાજીનામું ધરી દીધું છે. તેમણે  કહ્યું કે, આજે 8 દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જોતા ખુબ દુઃખ થયુ છે.
જાણો શું કહ્યું
અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ આજે મંદિર પહોંચ્યા હતા અને તેણે કહ્યું કે, માં અંબેના ચાચર ચોકમાંથી મા અંબાના શિખરની સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હુ વર્ષોથી જોડાયેલો હતો તે પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી અને સક્રિય સદસ્ય પદેથી આ ઉપરાંત અંબાજી ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સહિતના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છે. ભાજપની સેવા કરતા કરતા આજે 8 દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જોતા ખુબ દુઃખ થયુ છે. લાખો-કરોડો માઈભક્તોની આસ્થાને છેતરવાનું કામ કરેલુ છે તેનાથી હુ ખુબ આહત છુ અને એટલે જ ભાજપના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છુ.

જાણો શું છે મામલો
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ અંબાજી મંદિરમાં આવેલા ભેટ કાઉન્ટર ઉપરથી મોહનથાળનો પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકતા હતા અને અંબાજી મંદિર ની ઓળખ મોહનથાળની પ્રસાદ હતી. પરંતુ 3 માર્ચના બપોરે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ સ્ટોક ખાલી થઈ જતા હવેથી ભક્તોને અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ મળશે નહીં પણ તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ ભક્તોને મળશે.3 માર્ચના સાંજે આરતી પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખાતે અમદાવાદ અને વડોદરા થી આવેલા ભક્તોએ ભેટ કાઉન્ટર ઉપરથી પ્રસાદ માટે પાવતી લીધી હતી. અને ત્યારબાદ તેમને ચીકીનો પ્રસાદ મળ્યો હતો. આ માઈ ભક્તો ચીકી લઈને મંદિર પરિસરમાં માતાજીની ગાદી પર ગયા ત્યારે ત્યાં અહી આગળ મોહનથાળ નો પ્રસાદ મળતો હતો આ જોઈને માઈ ભક્તો પરત અંબાજી મંદિર ભેટ કાઉન્ટર પર આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો

ADVERTISEMENT

અંબાજી મંદિર ની આગવી ઓળખ મોહન થાળનો પ્રસાદ
અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદ તરીકે મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ અંબાજી મંદિરમાં જેવો બને છે તેવો પ્રસાદ કોઈપણ જગ્યાએ બનતો નથી. 3 માર્ચે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ભક્તોએ ફરીથી મોહનથાળ નો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરી હતી તો બીજી તરફ સાંજની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ ભેટ કાઉન્ટર પર હોબાળો પણ બચાવ્યો હતો.

આ પણ વાંચો: Ahemdabad: એરપોર્ટ પર કૂતરું આવી જતાં મચી દોડધામ, ટેકઓફ માટે જઈ રહેલા વિમાનને અથડાતાં રહી ગયું : Video

ADVERTISEMENT

દાતાઓ દ્વારા રોજના 200 કિલો મોહનથાળનો પ્રસાદ અપાશે
 અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવા છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતા હિન્દુ હિતરક્ષક સમિતી દ્વારા આ મામલે ધરણા કરવામાં આવશે. બીજી તરફ દાતાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વેચાનો નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરમાં આજે ધુળેટી ના દિવસે ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.   અંબાજી મંદિરમાં વિવિધ દાતાઓ દ્વારા રોજના 200 કિલો મોહનથાળ મંદિર બહાર બનાવીને બપોરે માતાજીને રાજભોગમાં મોહનથાળનો પ્રસાદ ધરાવ્યા બાદ દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિના મૂલ્ય મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT