ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત, જાણો શું લખ્યું વિઝિટર બુકમાં?
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત, જાણો શું લખ્યું વિઝિટર બુકમાં?

અમદાવાદ: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ આજથી ચાર દિવસીય ભારતના પ્રવાસે આવી ગયા છે. ત્યારે આજે તે અમદાવાદમાં પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે વિઝિટર બુકમાં સંદેશ પણ લખ્યો હતો. વિઝિટર બૂકમાં લખ્યું કે, તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.

ઓસ્ટ્રેલિયાના પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી આશ્રમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઓસ્ટ્રેલિયાના પીએમને 1982માં ઓસ્ટ્રેલિયાના થોમસ વેબર, રિસર્ચર દ્વારા લખાયેલા સોલ્ટ માર્ચ પુસ્તકની ભેટ આપવામાં આવી હતી. આ સાથે ગાંધીજી ઇન અમદાવાદ પુસ્તક પણ ભેટ રૂપે આપવામાં આવ્યું છે. આ સાથે જ ચરખાનું મોડલ પણ ભેટમાં આપવામાં આવ્યું છે.

games808

ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું લખ્યું
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું,  ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.

આ પણ વાંચો: માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાંથી વહેશે, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

આવતી કાલે મેચ નિહાળશે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચ જોવાના છે. ત્યારબાદ તેઓ મુંબઈ અને દિલ્હી જવા રવાના થશે. વર્ષ 2017 બાદ કોઈ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનનો આ પ્રથમ પ્રવાસ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ Facebook-Instagram પર એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે લાગશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે