એશિયાની સૌથી જૂની નગરપાલિકા ચૂંટણીઃ દમણના પ્રમુખ-ઉપપ્રમુખ જાણો કોણ બન્યું - ગુજરાત તક
આપણું ગુજરાત મારું શહેર રાજનીતિ લેટેસ્ટ સ્ટોરીઝ

એશિયાની સૌથી જૂની નગરપાલિકા ચૂંટણીઃ દમણના પ્રમુખ-ઉપપ્રમુખ જાણો કોણ બન્યું

Daman

કૌશિક જોશી.દમણઃ એશિયાની સૌથી જૂની નગરપાલિકા એવી દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિ બીનહરીફ વિજય થયા છે. આમ સૌ પ્રથમ વખત એશિયાની સૌથી જૂની નગરપાલિકા પર માઇક્રો માઈનોરિટી મનાતા પારસી સમાજના અગ્રણી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આથી તેમના સમગ્ર સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

રાજકોટની હેલ્થ વર્કરની પરીક્ષા આપી હતી આ ડમી શખ્સેઃ ભાવનગર SOGએ વધુ બેને દબોચ્યા

ચૂંટણી માત્ર ઔપચારિક બની
મહત્વપૂર્ણ છે કે દમણ નગરપાલિકામાં ભાજપની બહુમતી છે. આથી અગાઉના પ્રમુખની ટર્મ પૂરી થતા નવા પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી પ્રમુખ તરીકે અસ્પી દમણીયા અને ઉપપ્રમુખ તરીકે રશ્મિબેન હળપતિએ ઉમેદવારી નોંધાવી હતી. આથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે માત્ર એક એક જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી માત્ર ઔપચારિક જ બની હતી અને ભાજપના પ્રમુખ તથા ઉપપ્રમુખ બિનરીફ ચૂંટાઈ આવ્યા હતા. આથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ હતો. દમણ નગરપાલિકાના કુલ 15 સભ્યોમાંથી 11 સભ્યો ભાજપના છે. જ્યારે 4 સભ્યો અપક્ષના ચૂંટાઈ આવ્યા હતા. આથી બહુમતીથી ભાજપનું શાસન ચાલતું હોવાથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રદેશના વિકાસ માટે બાકીના પડતર કામોને પ્રાધાન્ય આપી અને દમણનો વિકાસ તેજ ગતિથી થાય તે માટેના પ્રયાસ કરશે તેવી લોકોને ખાતરી આપી હતી.

49 વર્ષની ઉંમરે પ્રેગ્નેન્ટ થઈ મલાઈકા અરોરા? BF અર્જુન કપૂરે આપ્યો જવાબ વિરાટ, પ્રિયંકા, આલિયા અને કેટ, જાણો ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા પૈસા લે છે આ સેલેબ્સ? જયા કિશોરી લવ મેરેજ કરશે કે એરેન્જ, જાણો શું આપ્યો જવાબ ટોપલેસ થઈ 44 વર્ષની આ અભિનેત્રી, ઉનાળાની ઉજવણી કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત 82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ સારા તેંડુલકરનો નવો લૂક જોયો? બ્યૂટીફૂલ તસવીરો વાઈરલ ટેડી બિયર પહેરી નીકળેલી ઉર્ફીના ચહેરા પર ઈજાના નિશાન, કોની લાગી નજર? રણવીર સિંહે પહેર્યું એટલું મોંઘું બાથરોબ, કિંમત જાણીને ચોંકી જશો શુભમન ગિલને છે કારનો ગજબનો શોખ, સંપત્તિ જાણી તમે પણ ચોંકી જશો મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી CSKની જીત પર ઈમોશનલ થયા રિવાબા, મેદાન સર જાડેજાને વચ્ચે ભેટી પડ્યા, જુઓ VIDEO IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય? ધીરેન્દ્ર શાસ્ત્રી જોડે નામ જોડાતા શું બોલી જયા કિશોરી? જાતે કહ્યું સત્ય IPL 2023 ની ફાઇનલમાં જો વરસાદ વિલન બને તો કોણ બનશે ચેમ્પિયન? જાણો સમીકરણ મલાઈકાએ અર્જુનની પ્રાઈવેટ ફોટો શેર કરી દીધી, લખ્યું- ‘મારો લેઝી બોય’ રિલેશનશીપમાં ‘તારક મહેતા’ની જૂની સોનુ, બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક થઈ, VIDEO વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલની PM મોદીના હસ્તે નવા સંસદ ભવનમાં સ્થાપના બેહદ ગ્લેમરસ છે CSKની આ ચીયરલીડર મૌલી, જુઓ આ ખાસ Photos