ચક્રવાતને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહ્યું

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ઉનાળાની શરૂઆત આમ તો વરસાદ સાથે જ થઈ છે. ભરઉનાળે અનેક વખત ચોમાસા જેવો માહોલ રહ્યો છે. આ દરમિયાન ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે 10-12 આનીનો વરસાદ રહેશે. વાવાઝોડાને લઈ ને જણાવ્યું કે 8- 9 જૂન આસપાસ ભારે પવન ફૂંકાશે.

રાજ્યની આર્થિક સ્થિતિ ચોમાસા પર નિર્ભર છે. આ દરમિયાન ચોમાસાને લઈ ચોમાસાને લઇ અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 3 જૂન સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ વરસાદ પ્રિમોન્સૂન અથવા વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને કારણે હોઈ શકે છે. 2023 નું ચોમાસુ મોટા ભાગે સારું રહેશે, પણ ચક્રવાત વારંવાર આવતો રહેશે. 3 -4 જૂને અરબસાગરમાં હળવું દબાણ ઉભું થશે, જે ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર મહિના સુધી વરસાદ રહેશે, નવેમ્બરમાં પણ ચક્રવાત આવશે.

આ વર્ષ ચક્રવાતનું વર્ષ ગણાશે
અંબાલાલ પટેલે કહ્યું કે, રોહિણી નક્ષત્રમાં વરસાદ રહે તો તે ચોમાસાની ગતિવિધિ માટે સારી ગણાય છે. જે પવન ફૂંકાય તેનાથી વરસાદ રેગ્યુલર શરૂ થાય છે.  4 જૂન સુધી વરસાદ વરસવાની શક્યતા છે.  અરબ સાગરમાં પણ ચક્રવાત આવશે અને બંગાળ મહાસાગરમાં ચક્રવાત આવશે. બે ચક્રવાતને કારણે વરસાદની સ્થિતિ સાનુકૂળ બની છે, પરંતુ જેમ જેમ ચક્રવાત આગળ આવશે ત્યારે વાયુને કારણે ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે. ચોમાસાની પેટર્ન જોઈએ તો આપણુ ચોમાસું સ્વતંત્ર નથી. આપણું ચોમાસું પેસિફિક મહાસાગરની અસર જોવા મળે છે. વાવાઝોડાને કારણે સારો વરસાદ રહેશે. જૂનમાં જે નક્ષત્ર છે, તે ચોમાસું લાવશે. જુન જુલાઈમાં સારો વરસાદ થશે. ઓગસ્ટમાં થોડો ઓછો વરસાદ રહેશે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેશે. નવેમ્બરમાં પણ આ હવાઓ ચાલશે, જેથી આ મહિનામાં પણ વરસાદ જોવા મળશે. 20 નવેમ્બરની આસપાસ ચક્રવાત આવશે. તેથી આ વર્ષ ચક્રવાતનું વર્ષ ગણાશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT