શક્તિસિંહ રાજપૂત.અંબાજી: અમદાવાદના વટવા વિસ્તારથી છેલ્લા 24 વર્ષથી માઈ ભક્તો ચાલતા અંબાજી આવે છે અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવે છે. આ તમામ માઇ ભક્તોએ જણાવ્યું હતું કે અમે આજે અંબાજી મંદિરમાં ચીક્કીનો પ્રસાદ લેવાના નથી. તમામ ભક્તો અંબાજી મંદિરમાં પ્રસાદ લીધા વિના પરત ગયા હતા. એટલું જ નહીં તેમણે ઉપરથી પોતાની પાસેનો મોહનથાળ મંદિરને અર્પણ કર્યો હતો.
358 નાના-મોટા સુવર્ણ કળશ
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં આજે ફાગણ સુદ પૂનમ હોઈ ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરમાં આજે માતાજીની મંગળા આરતી પૂર્ણ થયા બાદ ફૂલોની હોળી પણ મનાવવામાં આવી હતી. આજે અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી માઈ ભક્તો ચાલતા અંબાજી આવે છે અને અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવે છે, આ તમામ માઇ ભક્તોએ જણાવ્યું હતું કે અમે આજે અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ લેવાના નથી. તમામ ભક્તો અંબાજી મંદિરમાં પ્રસાદ લીધા વિના પરત ગયા હતા.
ગુજરાત વિધાનસભામાં પહેલીવાર થઈ હોળી- જુઓ Video કયા નેતાએ શું કહ્યું?
અમે ભક્તોને મોહનથાળ આપીશું
અમદાવાદ વટવાથી છેલ્લા 24 વર્ષથી 250 જેટલા માઈ ભક્તો પગપાળા ચાલતા અંબાજી ખાતે આવતા હોય છે અને અંબાજી આવીને ગબ્બરના દર્શન કરતા હોય છે અને ત્યારબાદ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબા રમતા હોય છે, ગરબા રમ્યા બાદ માતાજીની આરાધના કર્યા બાદ આ તમામ માઈ ભક્તો માતાજીના શિખર ઉપર ધજા ચઢાવે છે અને ત્યારબાદ પ્રસાદ લઈને પોતાના ઘરે જતા હોય છે. અંબાજી મંદિરમાં હાલમાં મોહનથાળનો પ્રસાદ બંધ હોવાથી આ તમામ અમદાવાદના સંઘમાં આવેલા માઈ ભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે તમામ સંઘમાં આવેલા ભક્તો અંબાજી મંદિરમાંથી ચીક્કીનો પ્રસાદ આજે લેવાના નથી અને અમે અમારી વાડીમાં જે મોહનથાળ બનાવ્યો છે તે અંબાજી મંદિરમાં ભક્તોને આપીશું. અમે અંબાજી મંદિરમાંથી ચીક્કીનો પ્રસાદ લીધા વિના અમારા વતનમાં જઈશું. છેલ્લા 24 વર્ષમાં અમે જેટલી વખત અંબાજી આવતા હતા ત્યારે અમે મોહનથાળનો પ્રસાદ લઈને જતા હતા પરંતુ આ વખતે પ્રથમ વખત અમારા સંઘના 250 ભક્તો મોહનથાળ નો પ્રસાદ બંધ હોવાથી ચીકી નો પ્રસાદ લેવાના નથી.
એક સાથે 250 ભક્તોએ ચીકીનો પ્રસાદ ન લઈને સરકારને મેસેજ આપ્યો
અંબાજી મંદિરમાં ત્રણ માર્ચ બાદ મોહનથાળ નો પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંબાજી મંદિર સહિત ગુજરાત ભરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ત્યારે અંબાજી ખાતે ચીકીના વેચાણમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને જે ભક્તો મોહનથાળના પેકેટ અને પેકેટો લઈ જતા હતા. તે માત્ર નામ પૂરતા ચીકીના પેકેટ લઈ જતા હતા ત્યારે આજે ફાગણ સુદ પૂનમ હોઈ અંબાજી મંદિરમાં અમદાવાદ વટવાથી આવેલા અઢીસો ભક્તોએ એક સાથે ચિક્કીનો પ્રસાદ ખરીદ્યો હતો નહીં. આ સંઘના ભક્તોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 24 વર્ષથી અંબાજી આવતા હતા ત્યારે અંબાજી મંદિરમાંથી મોહનથાળનો જ પ્રસાદ લેતા હતા પરંતુ આ વખતે પ્રથમ વખત અમે પ્રસાદ લીધા વિના અમારા ઘરે જઈ રહ્યા છીએ અને અમને ખૂબ દુઃખ થઈ રહ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…