મંત્રીમંડળમાં 4 આયાતી ઉમેદવારોને સ્થાન, એકને તો ભાજપે જ સસ્પેન્ડ કર્યા હતા હવે મંત્રી બનાવ્યા

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં ભવ્યાતિભવ્ય જીત બાદ આજે ભવ્યાતિભવ્ય રીતે શપથગ્રહણ સમારોહનું આયોજન પણ થયું હતું. મુખ્યમંત્રી સહિત કુલ 17 લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં બળવંતસિંહ રાજપુત, ઋષીકેશ પટેલ, કનુ દેસાઇ, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા, ભાનુ બહેન બાબરીયા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, પુરૂષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.

વિવાદોમાં સપડાયેલા નેતાઓની ટિકિટ કાપવામાં આવી
જો કે ઉલ્લેખનીય છે કે, પોતાના કાર્યકાળમાં વિવાદમાં સપડાયેલા નેતાઓને આ વખતે કાપી નાખવામાં આવ્યા હતા. જેમાં જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જૂનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, વિનુ મોરડીયા અને દેવા માલમનો સમાવેશ થાય છે. આ મંત્રીઓ વિવિધ કારણોથી વિવાદમાં આવતા આખરે તેમના પત્તા કાપી નાખવામાં આવ્યા હતા.

રાઘવજી પટેલ : જો કે સૌથી આશ્ચર્યજનક બાબત છે કે, રાઘવજી પટેલ કે જેઓ કોંગ્રેસ સહિત અનેક પક્ષમાં આવતા જતા રહ્યા છે, તેઓ ગત્ત સરકારમાં પણ કૃષી મંત્રી હતા અને આ વખતે પણ તેઓ આયાતી હોવા છતા તેમને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કુંવરજી બાવળીયા: રૂપાણી સરકારમાં જળ મંત્રી રહી ચુકેલા કુંવરજી બાવળીયા ભુપેન્દ્ર પટેલ સરકારમાં કપાઇ ગયા હતા. આ વખતે ટિકિટ મળશે કે કેમ તે મુદ્દે પણ અટકળો વચ્ચે ટિકિટ મળી અને તેઓ જીતી પણ ગયા અને ફરી એકવાર તેમનો મંત્રીંમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં જોડાયા હતા.

કુંવરજી હળપતિ: કુંવરજી હળપતિ કોંગ્રેસમાં નહી પરંતુ ભાજપમાંથી જ સસ્પેન્ડ થયા હતા. 2017 માં માંડવી બેઠક પરથી હળપતિના બદલે પ્રવીણ ચૌધરીને મેન્ડેટ અપાતા તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. ગેરશિસ્ત બદલ તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. આ વખતે સસ્પેન્શન પાછુ ખેંચવાની સાથે તેમને ઉમેદવાર પણ બનાવાયા હતા. તેઓ જીતી પણ ગયા અને સીધો જ મંત્રીમંડળમાં પણ સમાવેશ કરાયો હતો.

ADVERTISEMENT

બળવંતસિંહ રાજપુત : બળવંતસિંહ રાજપુત રાજ્યસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસમાંથી નિકળીને ભાજપમાં જોડાયા હતા. સૌથી સંપત્તીવાન ઉમેદવારો પૈકીના એક બળવંતસિંહને ભાજપમાં જોડાયાને મેન્ડેટ પણ મળ્યું અને તેઓ જીતી પણ ગયા હતા. જીત્યા બાદ તેઓને હવેમંત્રીમંડળમાં પણ સ્થાન અપાયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT