જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ પાસે દિન દહાડે 20 લાખની લૂંટ, જુઓ video

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન દિન દહાડે લૂંટની ઘટના જામજોધપુરમાં સામે આવી છે. ડબલ સવારી બાઈકમાં આવેલા લૂંટારૂઓ 20 લાખની રકમ ભરેલા થેલાને લૂંટ ચલાવી ભાગી છૂટ્યા છે. પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા માટે સમગ્ર જિલ્લા ભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

વેપારી આજે બપોરે 12.15 વાગ્યાના અરસામાં બેંકમાંથી રૂપિયા 20 લાખની રોકડ રકમ ઉપાડીને બાઇક પર બેસીને માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યા હતા. જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે લુટારુઓ મોકાનો લાભ લઈને વેપારીના હાથમાંથી રૂપિયા વીસ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી.  અને ભાગી છૂટ્યા હતા. ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જિલ્લાભરમાં નાકાબંધી
ત્યારે લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ભારે હડકંપ મચી ગયો હતો. વેપારી દ્વારા ભારે બુમાબુમ કરવામાં આવી હતી, પરંતુ બંને લૂંટારુઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા. જે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાથી જામજોધપુરનો પોલીસ કાફલો તુરંત જ હરકતમાં આવ્યો હતો. ત્યારે બાઇક પર આવેલા લૂંટારું શખ્સોના CCTV સામે આવ્યા છે. લૂંટારુઓને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લા પોલીસ વડા સુધી આ મેસેજ પહોંચ્યો હોવાથી જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. અને સમગ્ર જિલ્લાની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

BREAKING: ભક્તોની આસ્થાની જીત, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થશે, સરકારની જાહેરાત

ADVERTISEMENT

તપાસનો ધમ ધમાટ શરૂ
લૂંટની ઘટનાને લઈ પોલીસ દ્વારા માર્કેટિંગ યાર્ડની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારુઓને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. જેમાં બે લૂંટારુઓ બાઈકમાં રોકડ રકમ ભરેલો થેલો ઝુંટવીને ભાગી રહેલા જોવા મળ્યા હતા. તેના વર્ણનના આધારે તપાસનો ધમ ધમાટ શરૂ કર્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp

    ADVERTISEMENT