PMના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડનો ખર્ચ તો ખેડૂતોને કેમ માત્ર 70 કરોડ ? પાલ આંબલિયાનો સવાલ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કફોડી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. રાજ્યના અમુક ખેડૂતો તો એવા છે કે જણસીના પૂરા ભાવ ન મળતા ઈચ્છા મૃત્યુની માગ કરવા માટે પણ મજબૂર બન્યા છે. અને ન કેમ કરે કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર પાસે સમય જ નથી કે એ ખેડૂતોની રજૂઆતો પણ સાંભળો. ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે. ન જણસીના પોષણક્ષમ ભાવ મળે, ન ખાતર મળે, ન બિયારણ મળે, ન સમયસર પાણી મળે, ન સમય પર વીજળી મળે અને સહાય પણ સમયસર ન મળે.જો કે ડુંગળી પકવતા ખેડૂતો માટે કહેવાતી રાહતના સમાચાર આવ્યા છે. ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારે 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યારે સરકારની સહાયને લઈ પાલ આંબલીયાએ સરકાર પર આક્ષેપ કર્યા છે. કહ્યું કે, નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડ ખર્ચ અને ખેડૂતોને ડુંગળી સહાય 70 કરોડ જ ?

ડુંગળી-બટાટાના ખેડૂતોને સહાય અંગે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાત સરકારે સહાયના નામે ખેડૂતોની સાથે ક્રૂર મજાક કરી છે. નરેન્દ્રભાઈના કાર્યક્રમના સામિયાણા ખર્ચ જેટલી પણ સહાય ન આપી. નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડ ખર્ચ અને ખેડૂતોને ડુંગળી સહાય 70 કરોડ જ ???? બટાટામાં કટ્ટાએ 50 રૂપિયા મતલબ 1 કિલોએ 1 રૂપિયો સહાય જાહેર કરી. પરંતું એક-બે રૂપિયા ખેડૂતોને સહાય એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ન નીકળે.

આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સરકારની નીતિ
છેલ્લા ત્રણ વર્ષથી ડુંગળી પકવતા ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારની આયાત નિકાસ પોલિસી ખેડૂતો માટે નુકશાનકારક છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સરકારની નીતિ છે. સરકાર જાહેરાત કરે છે પણ સામે ખેડૂતોને ખરેખર લાભ મળે છે ??? અગાઉ સરકારે કરેલી તમામ જાહેરાતો ને ખેડૂતોને આપેલા લાભો સરકારે પોતે સરખાવવા જોઈએ. તો જ ખબર પડે કે જાહેરાત કરવાવાળી સરકાર ખેડૂતોને ખરેખર કેટલા આપે છે ??? આ સવાલો ખરેખર સરકારને કાંટાની જેમ ખુંચે તેવા છે. પણ સૌ જાણે છે કે જવાબ ક્યારેય નહીં મળે.
આ પણ વાંચો: અમરેલી નજીક ઓઇલ મિલમાં આગ ભભૂકી ઉઠી, આગને કારણે ઓઇલ મિલમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

આ પણ વાંચો

ADVERTISEMENT

રાઘવજી પટેલે કરી જાહેરાત
લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડની સરકારની મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને એક કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાય આપશે. ખેડૂતોને કટ્ટા દીઠ 100 રૂપિયાની સહાય ચુકવાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા સુધીની સહાય ચુકવાશે. આ ઉપરાંત રાજ્યો કે દેશ બહાર રોડ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની જાહેરાત કરાઈ છે. રેલવે મારફતે સો ટકા અથવા 1150 મેટ્રિક ટનની સહાય રહેશે. તો દેશ બહાર નિકાસ કરવા માટે ખર્ચના 25% અથવા 10 લાખની મર્યાદામાં સહાય ચૂકવાશે. ટ્રાન્સપોર્ટેશન માટે 20 કરોડની સહાયની જાહેરાત થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને આ સહાય મળશે. ગુજરાતમાં લાલ ડુંગળીનું અંદાજે 7 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ત્યારે આ સહાયથી નુકસાની ભોગવતા ખેડૂતોને રાહત મળશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT